અહીં ખતરનાક સાપથી કરવામાં આવે છે બોડી મસાજ! જોઈને તમે પણ રહી જશો દંગ
તણાવ હોય કે શરીરમાં કોઈ દુખાવો થતો હોય પણ એક શાનદાર મસાજ બાદ બોડીથી બધુ છુમંતર થઈ જાય છે..તમે ઘણા સ્પા જોયા હશે જેમાં બોડીને રિલેક્સ કરવા માટે જુદી જુદી મસાજ કરવામાં આવે છે પણ શું તમે ક્યારેય સ્નેક મસાજ વિશે સાંભળ્યું છે?
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ તણાવ હોય કે શરીરમાં કોઈ દુખાવો થતો હોય પણ એક શાનદાર મસાજ બાદ બોડીથી બધુ છુમંતર થઈ જાય છે. તમે ઘણા સ્પા જોયા હશે જેમાં બોડીને રિલેક્સ કરવા માટે જુદી જુદી મસાજ કરવામાં આવે છે પણ શું તમે ક્યારેય સ્નેક મસાજ વિશે સાંભળ્યું છે? જીં.હાં.સ્નેક મસાજ કે જેમાં સાપ દ્રારા મસાજ કરવામાં આવે છે.. જુઓ કેવી રીતે થાય છે સ્નેક મસાજ અને સ્નેક મસાજથી શું ફાયદા થાય છે.
સ્પા..સામાન્ય રીતે સ્પામાં લોકો રિલેક્સ થવા માટે જતા હોય છે..એક શાનદાર મસાજથી તણાવ અને શરીરમાં થતો દુખાવો ગાયબ થઈ જાય છે. સ્પા થેરાપી તમને ફ્રેશ તો ફીલ કરાવશે સાથે સાથે કેટલીક બિમારીઓ પણ દુર કરી આપશે. સ્પામાં થાક અને જરુરિયાત પ્રમાણે જુદી જુદી રીતે મસાજ કરવામાં આવે છે. મસાજથી શરીરને જરુરથી આરામ મળે છે પણ શું તમે ક્યારેય સ્નેક મસાજ વિશે સાંભળ્યું છે? એટલે કે સાપ દ્રારા મસાજ..ઈજિપ્તમાં એક અનોખું સ્પા સેન્ટર છે જ્યાં લોકો ખાસ સ્નેક મસાજ કરાવા માટે આવે છે..
બિનઝેરી હોય છે સાપ
સ્નેક સાપથી ડરવાની કોઈ જરુર નથી કારણ કે આ સાપ બિનઝેરી છે. સ્નેક મસાજ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મસાજથી શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો અને બ્લડ સર્કુલેશનમાં ફાયદો થાય છે.
28 પ્રકારના સાપ પીઠ પર છોડવામાં આવે છે
સ્નેક મસાજમાં સાપને લોકોની પીઠ અને ચહેરા પર છોડી દેવામાં આવે છે..આનાથી શરીરમાં થતાં અનેક પ્રકારના દુખાવામાં રાહત મળે છે..સ્નેક મસાજમાં પહેલા ગ્રાહકની પીઠ પર તેલથી માલિશ કરવામાં આવે છે અને 30 મિનિટ સુધી માલિશ કર્યા બાદ અજગર અને 28 જુદા જુદા પ્રકારના બિનઝેરી સાપને પીઠ પર છોડવામાં આવે છે..
લોકોમાં છે મિશ્ર પ્રતિક્રિયા
જો કે આ સ્નેક મસાજને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે..કેટલાક લોકોને આ આઈડિયા પસંદ નથી આવી રહ્યો અને તેને વેસ્ટ ઓફ મની બતાવી રહ્યા છે તો કેટલાક લોકો સ્નેક મસાજને ટ્રાય કરવા ઈચ્છે છે..તો જો તમે પણ કંઈક નવું કરવા ઈચ્છતા હોવ તો આ સ્નેક મસાજ ટ્રાય કરી શકો છો પણ તેના માટે તમારે ઈજિપ્ત જવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે